આણંદના જાણીતા ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડો.પીયૂષ પટેલ રોટાબ્લેટોર પ્રક્રિયામાં ચુનંદા ડોક્ટરોમાં એક છે. આ એક એવી પ્રક્રિયા છે કે જેનાથી હાર્ટની રક્તવાહિનીમાં જામેલા બ્લોકેજ સરળતાથી દુર કરી શકાય છે. આણંદ અને ખેડા જીલ્લા ખાતે સર્વ પ્રથમ આ પ્રક્રિયા ડો. પીયૂષ પટેલ લઇ ને આવ્યા છે. આ સાધન બોસ્ટન સાયન્ટિફીક જે એક અમેરિકન કંપની બનાવે છે. બોસ્ટન સાયન્ટિફીક કંપનીએ ડો.પીયૂષ પટેલની એક પ્રોકટોર તરીકેની નિમણું કરી છે. સામાન્ય રીતે જ્યારે હૃદયની નળીમાં ગંભીર અવરોધ થાય ત્યારે મોટાભાગે એમાં કેલ્શિયમ પણ એકઠું થાય છે. જ્યારે નળીમાં ખૂબ જ કેલ્શિયમ જામી ગયું હોય ત્યારે તેને સામાન્ય રીતે બલૂનથી ખોલી શકાતો નથી. તેવા સંજોગોમાં રોટાબ્લેટોરનો ઉપયોગ કરવામાં આવે છે. અમારી હાર્ટ સેન્ટર હોસ્પિટલમાં આવા અનેક દર્દીઓ રીફર થયા છે. આવા દર્દીઓની નળી નો અવરોધ બ્લૂનથી દૂર થઇ શકે તેમ ન હોવાથી રોટાબ્લેટોરોની પ્રક્રિયાથી બ્લોકેજ દુર કર્યા છે.

ભોપાલથી આવેલ એક દર્દી ને હાર્ટની નળીઓમાં વધારે પડતું કેલ્શિયમ હતું. જેથી ભોપાલમાં આ પ્રક્રિયા શક્ય ન હતી. તેથી તેઓને હાર્ટ સેન્ટરમાં રિફર કર્યા હતા. તેઓની નળીનો અવરોધ રોટાબ્લેટોરથી દુર કરીને નવું જીવન બક્ષ્યુ છે. ભોેપાલથી આવેલા દર્દી શ્યામસુંદર ખરેએ જણાવ્યું હતું કે એમને હૃદયની તકલીફ થતાં ભોપાલમાં તમામ હોસ્પિટલોમાં તપાસ કરાવી પરંતુ કોઇ ડોકટર રોટાબ્લેટોરનો ઉપયોગ કરી સારવાર કરવામાં નિષ્ણાત ન હતા. "આણંદની હાર્ટ સેન્ટર હોસ્પિટલના ડોકટર પીયૂષ પટેલે મારી રોટોબ્લેટોરથી સારવાર કરીને કોઇપણ જાતની મુશ્કેલી વિના સફળ ટ્રીટમેન્ટ છે". આમ આણંદમાં એકમાત્ર હાર્ટ સેન્ટર હોસ્પિટલમાંથી આ પ્રકારની સુવિધા 24/7 ઉપલબ્ધ છે. આણંદમાં હાર્ટ સેન્ટર હોસ્પિટલ જ એક એવી હોસ્પિટલ છે જે આખા ગુજરાત ભર માં રોટોબ્લેટર નું મશીન (તમામ પ્રકાર ના સાધનો )ધરાવે છે. જેથી આ પ્રક્રિયા 24/7 ડૉક્ટર પિયુષ પટેલ કરી શકે છે.